પોસ્ટકાર્ડ - જીવનનો ટુકડો

  • 1.7k
  • 690

પોસ્ટકાર્ડ- જીવનનો ટુકડો'તમારો પત્ર મળ્યો. વાંચીને આનંદ થયો.' આ ઉક્તિ અત્યારે એકદમ વરિષ્ઠ નાગરીકોને જ યાદ હશે. એ સંબોધનો સાથે લખાતાં પોસ્ટકાર્ડ એક પીળા રંગનાં પાતળાં કાર્ડનો નહીં, આપણા જીવનનો એક ટુકડો હતાં. 'રા.રા. શ્રી …. રાય', (મનમાં તો 'ભાડમાં જાય'), 'પ્રિય હ્રદયવાસીની', (વિવાહ બાદ. પછી તો 'બાબલાની બા', કદાચ એ પણ નહીં. સીધા શરૂ!) જેવાં સંબોધનો અને 'પાય લાગું', 'સાષ્ટાંગ પ્રણામ' વડીલોને કે 'તમારા ચરણોની દાસી' એમ પત્ની પતિને શરૂના દિવસોમાં લખતી ત્યારે સામું પાત્ર આપણી સમક્ષ અમુક લાગણી સાથે ઉભું હોય એવું ચિત્ર આંખ સામે આવી જતું.ધૂમકેતુની વાર્તા પોસ્ટઓફિસ વાંચી હશે. તેમાં દીકરીના એક પત્ર માટે તલસતો વૃદ્ધ