મારા કાવ્યો - ભાગ 13

  • 1.7k
  • 534

ધારાવાહિક:- મારા કાવ્યોભાગ 13રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસ્વને ઓળખશું કામ મુંઝાય છે તું આજે?આવ અને મળ તુ પોતાને આજે.આપ સ્વને સ્વનો પરિચય.બહાર કાઢ તારી ક્ષમતાઓ આજે.આપ્યો મેં પરિચય પોતાનો."છું હું મજબૂત મનથી ઘણી,કરું છું સામનો પરિસ્થિતિનો,વાપરીને હૈયું ને રાખીને ધીરજ.છું જેટલી લાગણીશીલ, એટલી જ હું કઠોર.આવડે છે મને રાખતાં મનને,હોય સામે પરિસ્થિતિ જેવી."નિયમ જીવનનોક્યાં પૂછ્યું તેં મને,શું ગમે છે મને?શું ભાવે છે મને?શું ફાવે છે મને?ક્યાં ફરવું છે મને?શું શોખ છે મારાં?બસ, કહી દીધાં નિયમો,તેં તારા ઘરનાં.ગમશે, ફાવશે અને ચાલશે,અપનાવ્યો આ નિયમ મેં.જીવન એક સ્ત્રીનુંવહેતી ક્યાંક લાગણીઓમાં, મુંઝાતી સંબંધો સાચવવામાં.અટવાઈ જતી ક્યારેક હું, સમય સાથે તાલમેલ સાધવામાં.વીત્યાં વર્ષો આમ જ,