અપહરણ - 4

  • 2.4k
  • 1
  • 1.2k

૪. પહેલી કડી મળી   અમારા લીમા શહેરનું ભૂસ્તરીય બંધારણ રણપ્રદેશનું છે. પૂર્વ તરફ ઊભેલી એન્ડીઝ પર્વતમાળા એ તરફથી આવતા વરસાદી વાદળોને આ તરફ, લીમા બાજુ આવવા દેતી નથી. વરસાદ એન્ડીઝના વર્ષાજંગલોમાં જ વરસી જાય છે એટલે લીમાનું ચોમાસું માત્ર કહેવા પૂરતું જ રહે છે. મેથી ઓક્ટોબર શિયાળાનો સમય હોય છે. બીજા દિવસે સવારે ઊઠયો ત્યારે મારા ઘરની બહાર દૂર દેખાતી ટેકરી પર ધુમ્મસ ઊતરી આવ્યું હતું. ગઈકાલ કરતાં ઠંડી આજે વધારે હતી. ગઈ સાંજે અમે બે જુદાં જુદાં પુસ્તકોમાંથી કેટલાક શબ્દો અને આંકડા નોંધ્યા હતા. પણ રાત સુધી તો કશું જાણી શક્યા નહોતા. સવારે ફરી મળવાનું નક્કી કરીને અમે