શોધ પ્રતિશોધ.. - ભાગ 3

  • 2.2k
  • 1.1k

(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા મુંબઈ જવા નીકળે છે. એની સાથે કોઈ દગાબાજી થઈ છે, એ વ્યક્તિને શોધવા તે જઈ રહી છે. રસ્તામાં તેને કેટલીક સુખદ તો કેટલીક દુઃખદ સ્મૃતિઓ ઘેરી વળે છે. હવે આગળ...)થોડીવાર આંખો બંધ રાખી લોપા એમ જ વિચારોને દૂર કરવા મથતી રહી. યાદ આખરે કેમ માણસ જેટલો તેનાથી દૂર ભાગે એટલી જ વધારે એ માણસને ઘેરી વળતી હશે! કાશ કે માણસનાં દિમાગમાંથી કોઈ ડિલીટ બટન દબાવી દેવાથી બધું સાફ થઈ જતું હોત! એમ હોય તો લોપા સૌથી પહેલાં માની ડાયરીને મગજમાંથી બહાર ફેંકી દેત. એ સાથે આ કશી કશ્મકશ ન રહેત. ન એની અંદર એ