સ્વપ્ન મેં જે- જે જોયા હતાં...

  • 1.7k
  • 1
  • 594

‘સ્વપ્ન મેં જે-જે જોયા, તે ક્યાં કદી મારા હતાં,આ આંખમાં આંસુ એટલે તો ઉના ને ખારા હતાં’ “મમ્મી, મારે મીઠાઈ નથી ખાવી.” “બેટા! મીઠું મોઢું તો કરવું પડે ને, એમ જ થોડી પરીક્ષા આપવા જવાય.” સૌરભની આજથી એસ.એસ.સી.બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી હતી. એટલે વહેલી સવારથી જ મા-દીકરા વચ્ચે મીઠી રકઝક શરૂ થઇ ગઈ હતી. છેવટે નમતું જોખતાં મીઠાઈનો નાનો ટુકડો કરી મોમાં મૂકતાં બોલ્યો, “બસ તારી ઈચ્છા પૂરી કે હજુ કોઈ ઈચ્છા છે?” ”ઈચ્છાનું તો એવું છે કે તું આ પરીક્ષામાં પાસ થઈ...”મનમાં વિચારતા બબડી, ‘શું બને?’ અત્યાર સુધી મા-દીકરાની વાત સાંભળી રહેલા નિરવે સૌરભની મમ્મીને ટોકતા કહ્યું, ‘એને