બહારવટિયો કાળુભા - 2

  • 2.3k
  • 1.2k

બહારવટિયો કાળુભા પ્રકરણ_૨મામદ પસાયતાને જોતાંજ કોન્સ્ટેબલ પોતાની બેઠક પરથી ઊભો થઈ ગયો અને મામદ સામે જોતા બોલ્યો.આવો... આવો.. પસાયતા.આટલી રાતે? ધમણની માફક શ્વાસ ભરતાં તે બોલ્યો," મારે ફોજદાર સાબનું કામ છે."કોન્સ્ટેબલ પોતાની બંદૂકને ખંભે ભરાવતા મામદ પસાયતાની એકદમ બાજુમાં ગયો અને ધીમેથી બોલ્યો કોઈ બહારવટિયાની ખબર દેવાની છે? મામદ પસાયતે કોન્સ્ટેબલની આંખો માં જોયું અને હા માં માથુ હલાવ્યું, કોન્સ્ટેબલે નિખાલસ ભાવે અને બેફિકરાઈથી કહ્યું, મને કહીદો શું બાતમી આપવાની છે? આમ પણ અડધી રાતે ફોજદાર સાબને થોડા હેરાન કરાઈ. પણ... સાબ આ વાત ફક્ત ફોજદાર સાહેબ ને કહેવાની છે! મોટી મહેરબાની થાહે સાબ, જો મને ફોજદાર સાબ સુધી પહોંચાડો