ગરુડ પુરાણ - ભાગ 1

(18)
  • 10.4k
  • 8
  • 5.3k

પ્રથમ અધ્યાય પ્રાચીન સમયની વાત છે કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ પર્યંત ચાલવાવાળા યજ્ઞને પ્રારંભ કર્યો હતો, જેનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. એ ક્ષેત્રમાં સૂતજી પણ આવ્યા. ત્યારે ઋષિઓએ એમનો ખૂબ જ આદર-સત્કાર કર્યો. કેમ કે, સૂતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને એમણે અલગ-અલગ રૃપોથી અનુભવ પ્રાપ્ત કર્યો હતો-આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સૂતજીથી કહ્યું- તમે અમને આ સૃષ્ટિ, ભગવાન, યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૃપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની કૃપા કરો. સૂતજી બોલ્યા- આ સૃષ્ટિના કર્તા નારાયણ વિષ્ણુ છે. તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે,