પ્યારનો ખૌફનાક અંજામ - 1

  • 4.5k
  • 2
  • 2.3k

"અરે યાર, મને તો બહુ જ ડર લાગે છે!" યોગેશ બહુ જ ડરતો હતો. "ચાલને હવે, આ તો ગામડાનો ઇલાકો છે એટલે એવું લાગે છે તને, ચિંતા ના કર, ફાર્મ હાઉસ તો મસ્ત છે!" સમર એ એના ડરને ઓછા કરવાના પ્રયત્ન થી કહ્યું. "જે પણ હોય, આ જગ્યા લાગે છે તો બહુ જ ડરાવની! આ રસ્તા તો જો તું! જો કોઈ એકલો જ આવે તો તો ડરીને મરી જ જાય!" પાછળ બેઠેલા યુવરાજે પણ કહ્યું. જાગ્યાં ખરેખર જ બહુ જ ડરાવની લાગી રહી હતી, ગમે એટલાં હિંમતવાન માણસ પણ ત્યાં જતાં પહેલાં બે વાર વિચાર કરે એવી એ જગ્યા હતી.