મુક્તિ - ભાગ 12 - (છેલ્લો ભાગ)

(27)
  • 3.2k
  • 1.6k

૧૨ છેલ્લો શિકાર!   અજયગઢ!  હોટલ સાગર... છેલ્લા થોડા દિવસો દરમિયાન બનેલા બનાવને કારણે  હોટલની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો હતો. પરંતુ તેમ છતાંય અત્યારે હોટલના રેસ્ટોરન્ટમાં સારી એવી ભીડ હતી. મોટાં ભાગના ટેબલો ભરેલા હતા. જેમાં હોટલમાં ઉતરેલા મુસાફરો ઉપરાંત બહારથી આવેલા લોકોનો સમાવેશ પણ થઇ જતો હતો. વર્દીધારી વેઈટરો ગ્રાહકોને તેમના ઓર્ડરની ખાદ્ય સામગ્રી પહોચાડવામાં મશગુલ હતા. સહસા રેસ્ટોરન્ટના હોલમાં એક વિચિત્ર દુર્ગંધ ફેલાવા લાગી. શરૂઆતમાં તો કોઈએ ધ્યાન ન આપ્યું. પરંતુ ધીમેધીમે એ દુર્ગંધ વધવા લાગી અને પછી અસહ્ય થવા લાગી. જાણે કોઈ માણસ અથવા જાનવરનું માંસ સળગતું હોય એવું લાગતું હતું. એ દુર્ગંધમાં કેરોસીનની ગંધ વધુ પડતી હતી.