ડર હરપળ - 4

  • 1.8k
  • 1
  • 974

નરેશ પહેલેથી જ બહુ જ લાડથી ઉછરેલો હતો અને એને લાઇફમાં જે પણ ગમે એ એને મેળવી જ લેતો. એ એનું બિલકુલ ધ્યાન જ ના રાખે કે કોઈ શું વિચારશે. એના દરેક નાના મોટા ઝઘડાને તો ખુદ એના પપ્પા જ નિપટાવી દેતાં અને એટલે જ એને ના કરવાની વસ્તુઓ પણ કરવાનું થઈ જતું. પણ એ અણજાણ હતો કે એને જે ભૂલ કરી હતી, એનું પરિણામ બહુ જ ભયાનક આવવાનું હતું. દરેક વાર પૈસા બચાવી ના લે, પણ સ્વાર્થથી ચાલતી આ દુનિયામાં પૈસાથી જ બધું ચાલે છે. પપ્પાએ બહુ મોટા તાંત્રિક પાસેથી આ રીંગ અભિમંત્રિત કરી છે, જ્યાં સુધી મારા હાથમાં