એક નજર કચ્છ ભણી

  • 2.6k
  • 962

“કચ્છડો બારે માસ ભલો..!”ગુજરાતની પાસે અનેક સંસ્કૃતિની વિરાસત છે. તેમાં કચ્છની સંસ્કૃતિની કંઇક અલગ ભાત પડે છે. કચ્છ પાસે ભાતીગળ લોક સંસ્કૃતિ અને કરકસર ભર્યું સાહસિક જીવન છે. ભૌગોલિક દ્રષ્ટીએ ભૂપૃષ્ઠના દરેક પ્રકાર અહી જોવા મળે છે, એટલે જ એક લોકવાણી છે કે......“શિયાળે સોરઠ ભલો,ઉનાળે ગુજરાત,વર્ષે તો વાગડ ભલો પણ કછડો બારે માસ”કચ્છની સંસ્કૃતિની અને લોકજીવનની વાત કરવા બેસીએ તો ખડિયામાંની શાહી પણ ઓછી પડે એવું ધબકતું જીવન, અહીની લોક સંસ્કૃતિ, પહેરવેશ, ઘરેણાની ભાતીગળ ભાત અને અહી રહેલા ખમીરવંતા પાળિયાની વાતો અખૂટ છે. તેથી કચ્છ માટે કહેવાય છે કે ““આવર બાવર,બોરડી, ફૂલ કંઢા ને કખ:હલ હોથલ કચ્છ્ડે જેત માળુ સવા