ડાયરી - સીઝન ૨ - લાઇફ ઇઝ અ રેસ

  • 1.5k
  • 410

લાઇફ ઇઝ અ રેસ- કમલેશ જોષીસોમવારની સવાર પડતી અને અમે અમારી નિશાળના ક્લાસરૂમમાં પૂરાઈ જતા ત્યારથી કંટાળો શરૂ થઈ જતો. એક પછી એક શિક્ષકો બદલાતા રહે, બોર્ડ ચીતરાતા રહે, લેક્ચર આપી અમારી અંદરથી ઉત્સાહ ચૂસતા રહે, પ્રશ્નો પૂછી અમને મુંઝવતા રહે તે છેક રિસેસ સુધીમાં તો અમે અધમૂઆ થઈ ગયા હોઈએ. રિસેસમાં થોડી વાર ક્લાસ બહાર જઈ, દોડાદોડી-હસીમજાક કરી, લંચબોક્સમાંથી ચેવડો કે બિસ્કીટનો નાસ્તો કરી, પાણી પી, પી-પી કરી માંડ ફ્રેશ, તાજા-માજા થઈએ ત્યાં રિસેસ પૂરી થયાનો બેલ પડે અને અમે સૌ ફરી ક્લાસરૂમમાં પૂરાઈ જઈએ. ફરી એ જ લેક્ચરબાજી અને એ જ કંટાળો અમને ઘેરી વળે. રજાનો બેલ પડે