શિવકવચ - 13

  • 2.4k
  • 1.3k

બધાં ફાટી નજરે જોઈ રહ્યા. જમીન પર ઝગમગતા હીરાં વેરાયેલા હતાં. શિવે બેત્રણ હીરા હાથમાં લીધા. "આ સાચા હશે ?" "હાસ્તો હશે જ ને દાદાએ આટલાં બધા છુપાવીને રાખ્યાં હતાં એટલે કિંમતી જ હશે." "પણ દાદા પાસે આવ્યા ક્યાંથી?' "શિવ બટવામાં જો તો કંઈ છે બીજું ? દાદાએ કંઈક તો લખ્યું જ હશે આનું શું કરવાનું કે આ કોના છે ?"તાની બોલી, શિવે બટવામાં હાથ નાંખ્યો. અંદર એક કાગળ ચોંટેલો હતો. એણે ખેંચીને બહાર કાઢ્યો. કાગળ ખોલ્યો અંદર દાદાના અક્ષર હતા. 'પ્રિય શિવ. અથવા તો જેના હાથમાં આ બટવો આવ્યો તે સજજન, ઘણું ખરું તો મારા શિવનાં હાથમાં જ હશે.