મેદાન - Movie Review

  • 3.4k
  • 1.4k

મેદાન- રાકેશ ઠક્કરછેલ્લા ચાર વર્ષથી અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ ની રજૂઆતની રાહ જોવાતી હતી. રજૂ થઈ ગઈ છે ત્યારે ‘દેર આયે દુરસ્ત આયે’ એમ કહેવું પડશે. અજય દેવગન માત્ર અભિનયમાં જ મેદાન મારી ગયો છે. સમીક્ષકોએ એના અભિનયના ભરપૂર વખાણ કર્યા છે. અજયની યાદગાર અને શ્રેષ્ઠ ભૂમિકાવાળી ફિલ્મોમાં આ બાયોપિક ગણાતી રહેશે એ નક્કી છે. સ્પોર્ટ્સ ડ્રામામાં અજયે ખરેખર થિયેટરને સ્ટેડિયમ બનાવી દીધું છે.અગાઉ ઘણી સ્પોર્ટ્સ ફિલ્મો આવી ચૂકી છે પણ આ રીતે રૂંવાડા ઊભા કરી દે એવી શોધવી મુશ્કેલ છે. ‘ચક દે ઈન્ડિયા’ ની પણ યાદ આવી જાય એમ છે. જોકે, એક-બે ફિલ્મોને બાદ કરતાં કોઈ અભિનેતાએ ફૂટબોલ પરની