લવ યુ યાર - ભાગ 46

(14)
  • 3.3k
  • 3
  • 2.2k

હવે દિવાકરભાઈના પગ નીચેથી ધરતી ખસી રહી હતી તેમનાં હોંશકોશ ઉડી રહ્યા હતા. ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં તેવું તે વિચારી રહ્યા હતા પરંતુ પાપી માણસોને ધરતી પણ માર્ગ આપતી નથી. તેમણે તો એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે,સાંવરી મેડમ સવારે વહેલા જાતે એકલા ગોડાઉન ઉપર જઈને ગોડાઉનની વીઝીટ કરી આવ્યા હશે. દિવાકરભાઈ મનમાં ને મનમાં બબડી રહ્યા હતા કે..." ઑહ માય ગોડ આ બધું શું થઈ ગયું ?? " હવે ધીમે ધીમે સાંવરી દિવાકરભાઈનું એક પછી એક જૂઠ અને એક પછી એક ચોરી પકડી રહી હતી.... અને મીત તો આ બધું સાંભળીને જાણે દંગ જ રહી ગયો