ઉડાન... એક સકારાત્મક વિચારોની - 3

  • 1.8k
  • 926

હેલીની સપનાની દુનિયા હેલી નામની એક છોકરી હતી. તે સાતમાં ધોરણ માં અભ્યાસ કરતી . તેની સ્કૂલ ઘરથી થોડેક દૂર હતી. એટલે તેને ચાલતા ચાલતા સ્કૂલ પહોંચતા સહેજે અડધો કલાક થઈ જતો. તેને નવું નવું જાણવું, નવી નવી કાલ્પનિક પુસ્તકો વાંચવાની ખૂબ મજા આવતી. આના લીધે તેની કલ્પનાશક્તિ ખૂબ વિકસેલી. તે એના મૅમ જે કાંઈ પણ શીખવે તેને કાલ્પનિક દ્રષ્ટિએ તે જોતી. આથી તે શીખેલું વધુ લાંબા સમય સુધી યાદ રાખી શકતી. એક દિવસ હેલી તેના ઘરેથી સ્કૂલ જવા નીકળી. હજુ તો તે ઘરની બહાર જ નીકળે છે ને તેને એક ભિખારી નાનો છોકરો મળે છે. છોકરો કહે છે