અપહરણ - 3

  • 2.7k
  • 1
  • 1.3k

૩. ભેદી માણસો   બીજા દિવસથી અમે લાંબી, થકાવનારી જહેમત શરૂ કરી દીધી. લીમાની ચારેય દિશામાં અમે પાંચ મિત્રો વહેંચાઈ ગયા. મેં પૂર્વ દિશા પકડી, થોમસ અને જેમ્સે પશ્ચિમ દિશાની લાઈબ્રેરીઓ તરફ કૂચ કરી. વિલિયમ્સ ઉત્તર દિશામાં અને ક્રિક દક્ષિણ તરફ રવાના થયો. દરેક દિશામાં પાંચ-સાત નાના-મોટા પુસ્તકાલયો હતાં. અંતર મોટેભાગે એકબીજાથી વધુ હતું એટલે એક દિવસે એક જ લાઈબ્રેરીમાં શોધખોળ કરવાનું નક્કી કર્યું હતું. લા-બિબિલીયો, નેશનલ લાઈબ્રેરી અને મ્યુનિસિપલ લાઈબ્રેરીઓ મુખ્ય હતી, એટલે અમે પહેલાં એ લાઈબ્રેરીઓમાં પુસ્તકો ઉથલાવવાનું શરૂ કર્યું. છાપામાં પેરુની ભૂગોળની વાત હતી એટલે ભૂગોળ સિવાયના પુસ્તકો કોઈ કામના નહોતાં. મેં બધાને કહી રાખ્યું હતું કે