અપહરણ - 2

  • 3k
  • 1.6k

૨. અણધારી આફત   એ જ સાંજે. સેન માર્ટીન સ્ટ્રીટ. ૧૨ નંબરનું ઘર. ટેબલ પર મને મળેલી જાસાચિઠ્ઠી ખુલ્લી પડી હતી. વોટ્સનના મમ્મીનાં ડૂસકાં સંભળાતાં હતાં. એના પપ્પા તો જાણે પૂતળું હોય એમ જ સોફા પર ખોડાઈ ગયા હતા. અમે પાંચેય મિત્રો એમની સામે નારાજગી અને અફસોસ મિશ્રિત ચહેરે જોઈ રહ્યા હતા. અમને એ બંનેને ઠપકો આપવાનું મન થતું હતું. ‘વોટ્સન અઠવાડિયાથી ગાયબ છે !’ વોટ્સનનાં મમ્મીએ રડતાં રડતાં કહ્યું, ‘તમે લોકો એના એવા જીગરજાન મિત્રો છો કે એનો વાળ પણ વાંકો થાય તો પણ તમે ઊંચાનીચા થઈ જાઓ છો. તો... પછી... અમે તમને આ વાત કેવી રીતે કહી શકત