માફી માંગવાની શક્તિ

  • 1.9k
  • 1
  • 714

ખૂબ જ નજીવી મિલકતના મુદ્દે, પાર્વતીએ તેના ભાઈ મધુસૂદન સાથે લગભગ પંદર વર્ષ સુધી વાત ન કરી. બંને વાટ જોઈ રહ્યા કે સામે વાળો આવીને માફી માંગશે. એક સમય એવો આવ્યો, જ્યારે મધુસૂદન અત્યંત બીમાર પડ્યો અને મૃત્યુશૈયા પર આવી પહોંચ્યો. તેના શરીર પર દવાનો કોઈ અસર નહોતો થઈ રહ્યો અને ડોકટરો સમજવામાં નિષ્ફળ ગયા, કે એને કેવી રીતે જીવિત રાખવો. એવું લાગી રહ્યું હતું કે જાણે મધુસૂદનનો જીવ કોઈ બાબતમાં અટવાઇ ગયો હોય અને તેના સમાધાન વિના તેની આત્મા પૃથ્વી છોડવા તૈયાર નહોતી.લાંબુ વિચાર્યા પછી, મધુસૂદનનો પુત્ર ગયો અને તેની ફઈ પાર્વતીને વિનંતી કરી કે તે મધુસૂદનને હોસ્પિટલમાં મળવા