સીમાંકન - 4

  • 2.1k
  • 956

ફોન રણક્યો અને ત્રિજ્યા નાં હોંશ ઉડી ગયા. શું કરવું એ એની સમજમાં જ ન આવ્યું. ફોનની સ્ક્રીન પર નામ હતું "મમ્મીજી". એ એટલી ગભરાઈ ગઈ કે એને એ પણ ન સમજાયુ કે માત્ર ફોન આવ્યો છે મમ્મીજી જાતે નથી આવી ગયા. હાંફળી ફાંફળી એ બહાર દોડી આવી."ઈશાન.... મમ્મીજી.""શું થયું મમ્મીને?""કંઈ નહીં... ખબર નહીં... ફોન આવે છે.""ફોન આવે છે તો ઉંચકીને વાત કરને.""હં...હાં... પણ શું કહું?""શું કહું એટલે? નોર્મલ વાત કર. આ શું કન્ફ્યુઝ થઈ છે આજે?""હા... કરું છું વાત.""રહેવા દે. આજે લાગતું નથી કે તું નોર્મલી વાત કરી શકીશ. લાવ હું વાત કરું છું.""હેલ્લો.... હા મમ્મી કેમ છો? અમે