સંભાવના - ભાગ 15

  • 1.8k
  • 980

યશવર્ધન ભાઈના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે શું કોઈ તેમની વાત સાંભળી રહ્યું હતું? પરંતુ ત્યાં કોઈને ન જોતા તેમને વિચાર્યું કે ફૂલદાન હવાથી પડી ગયું હશે. "અરે તમે હવે ચૂપ થઈ જાવ આમ રડશો ના અને જાઓ તમે તમારું કામ કરો આપણે આના વિશે પછી વાત કરીશું"- યશવર્ધનભાઈએ તે છોકરીને કહ્યું તે છોકરી રડમસ ચહેરા સાથે અંદર રસોડા તરફ જાય છે અને યશવર્ધનભાઈ ફોઈ સાથે વાત કરવા માટે તેમના રૂમ તરફ જાય છે." ફોઈ મેં તે છોકરી સાથે વાત કરવાની કોશિશ કરી છે પરંતુ મને નથી લાગી રહ્યું કે તેની પાસે આ ઘર સિવાય અત્યારે બીજે ક્યાંય પણ જવાનો