બદલો - ભાગ 3

(23)
  • 3.2k
  • 1
  • 2.3k

૩. વણનોતર્યો મહેમાન.. કાલિદાસ તથા રાકેશ નર્યા ખોફથી બેભાન હાલતમાં પડેલી સુધા સામે તાકી રહ્યા હતા. બંને ખુરશી પર બેસી ગયા હતા. સૌથી પહેલા જ કાલિદાસે પોતાની જાત પર કાબુ મેળવ્યો. 'આ તે શું કરી નાખ્યું રાકેશ?' એણે પૂછ્યું. 'મેં મારી ચારિત્રહીન પત્નીનું ખૂન કરી નાખ્યું છે.' 'ચારિત્રહીન પત્ની?' 'હા.. ગીતા ચારિત્રહીન હતી.' 'અશક્ય..' કાલિદાસ વિરોધભર્યા અવાજે બોલ્યો. 'ગીતા એવી હોય જ નહીં.' 'હું સાચું જ કહું છું ડેડી.. મેં મારી સગી આંખે ગીતાને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. એણે મારા પર જીવલેણ હુમલો કરાવ્યો હતો. જેના કારણે હું બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ હું ભાનમાં આવ્યો એ