શિવકવચ - 3

  • 2.4k
  • 1
  • 1.5k

બીજા દિવસે સાંજે બધા મંદિરની પાછળ ભેગા થયાં. બધાએ પોતપોતાના વિચારો લખેલાં કાગળ કાઢ્યાં. ઢંગધડા વગરનાં વિચારો હતાં. કોઈકે લખ્યું કોઈક મંદિરના કોટ વિશે લખ્યું છે. કોઈક કે આમાં ચતુર નામના માણસ વિશે વાત કરી છે આપડે ચતુર નામના માણસને શોધવો પડે. બધાં વિચારી વિચારીને થાક્યાં પણ કંઈ પરિણામ આવ્યું નહીં. છેવટે બધાએ આ પડતું મૂકવાનું નિર્ણય કર્યો કારણ આવતાં અઠવાડીયેથી પરીક્ષા ચાલુ થતી હતી. ભણવામાં ધ્યાન આપવું પડશે એટલે આ મગજમારી કરવાનું હમણાં મુલતવી રાખ્યું. માનુનીએ બધાને થર્મસમાંથી કોફી આપી. કોફી પીને બધા છૂટાં પડ્યા. સાંજે જમવાના ટેબલ પર તાની ને ઉંડા વિચારમાં પડેલી જોઇ એની મમ્મી બોલી "તાની