સૌંદર્યની માનસિકતા - ભાગ (૭)

  • 1.6k
  • 1
  • 734

૭) વાસ્તવિકતા કેતકી કલ્પનામાં તનની સુંદરતા માણી રહી હતી. તે યુવાનીને અનુભવી રહી હતી. જ્યારે તાંત્રિક અમર થવાના માર્ગમાં આગળ વધવાનો રસ્તો મોકળો લાગી રહ્યો હતો. બંને પોતાની માનસિકતાના આધીન હતા. ****** કેતકી કૉફી શોપમાં બેઠેલી હતી. તે લવમેટ પર ટેરવાં ફેરવવા જતી હતી ત્યાં જ એની નજર એક યુવાન પર પડી. ચહેરા પર તેજસ્વીતા હતી અને આંખોમાં નૂર હતું. કેતકીને તે પહેલી નજરે જ ગમી ગયો. તે ઊભી થઈને તેની પાસે બેસવા ગઈ. " હું અહી બેસી શકું છું?" કેતકીએ પરવાનગી માંગતા બોલી. "કેમ નહીં! જરૂરથી બેસો, તે સીટ ખાલી જ છે." તેને વિનમ્ર ભાવે કહ્યું. "હું કેતકી, તમે?"