શિવકવચ - 2

  • 2.4k
  • 1
  • 1.5k

શિવ જમીને પાછો પોતાની નાનક્ડી રૂમમાં પલંગમાં આડો પડ્યો. ઓશિકા નીચેથી ચોપડી કાઢી .હવે એને ચોપડી કરતાં પેલાં કાગળમાં વધારે રસ પડ્યો હતો. એણે ધીરેથી કાગળ કાઢ્યો. સાચવીને ગડી ખોલી. કાગળ ખૂબ જ જૂનો થઈ ગયો હતો. કાગળમાં કંઈક લખેલું હતું. શિવે વાંચવાનો પ્રયત્ન કર્યો પણ એને સમજાયું નહીં. કાગળ વાળીને એણે ચોપડીમાં દબાવ્યો. ચોપડીમાં એણે વચ્ચે વચ્ચે ફોટા હતાં એ જોયા.અમુક વાક્યો પર પેનથી લીટી કરીને વાક્યો છુપાવી દેવામાં આવ્યા હતાં.કોઈક શિવજીના મંદિર વિષેની ચોપડી છે એવી એને ખબર પડી. કંટાળીને ચોપડી પાછી મૂકી સૂઈ ગયો. સાંજે બધા ફ્રેન્ડસ ભેગાં થવાના હતા. એ પાંચ વાગે નીકળ્યો. એણે કોઈક અગમ્ય