મુક્તિ - ભાગ 3

(20)
  • 3k
  • 2
  • 2.1k

૩ અગ્નિસંસ્કાર! રાત્રે દસ વાગ્યે ફરીથી ચારેય બંદર રોડ સ્થિત હોટલની એ જ રૂમમાં એકઠાં થયાં. દિલાવર મીણનાં બીબા પર ટીકડીની ડિઝાઈન લઇ આવ્યો હતો. ઉત્તમચંદની પત્ની પર ફરીથી માનસિક તાણનો હુમલો આવ્યો હતો એટલે તેને તાબડતોબ શો રૂપ પડતો મૂકીને જવું પડ્યું હતું અને આ કારણસર દિલાવરને ભોંયરામાં જવાની તક મળી ગઈ હતી. એના આ કામથી ત્રણેય ખૂબ જ ખુશ હતા.  ડાઈ બનાવવા માટે હવે મોહન પાસે પૂરતો સમય હતો. ‘હું કાલે સવારથી જ ડાઈ બનાવવાની શરૂઆત કરી દઈશ!’ મોહન બોલ્યો. ‘ક્યાં બનાવીશ?’ ગજાનને પૂછ્યું. ‘અહીં જ, આ રૂમમાં જ  બનાવીશ.’ ‘અહીં?’ ‘હા, કોઈને કંઈ વાંધો તો નથી ને?’