તારી સંગાથે - ભાગ 13

  • 1.2k
  • 528

ભાગ 13   6 ઓગસ્ટ 2018, સોમવાર સવારના 9.30 ----------------------------------------------------   - કિયાં ખોવાઈ ગયો! - લ્યો, તમારી સવાર પડી ગઈ ? - સવાર થઈ ગઈ, બેટા. - પાય લાગું માતાજી. અહીંયા રવિવારની રાત છે, ડ્યૂટી પર છું. - જાણું છું, શું તારા પેશન્ટ અંકલ ઊંઘી ગયા? - હમણાં જ સૂઈ ગયા, ફ્રી થયો છું. સવાર-સવારમાં તારી સાથે વાત કરતા બીક લાગે છે. પહેલા ચા-નાસ્તો કરી લે. રાત્રે કેમ આટલું જાગે છે મારી મા? - નવલકથા લખવી એટલું સરળ નથી, દીકરા. ખૂબ મહેનત માંગી લે છે. આજે શું કહીશ? - હજી ઘણું કહેવાનું બાકી છે. સાચું કહું તો, મેં ક્યારેય