ભાગ 12 04 ઓગસ્ટ 2018, શનિવાર સવારના 10.00 ------------------------------------------------------- - હાલ ક્યા હૈ જનાબ કા? - ક્યા ખયાલ હૈ આપકા ... અશ્વિન, જાણી-જોઈને પૂછે છે ને? - અજાણતાજ પૂછું છું, ડિયર. અહીંયાં રાત પડી ગઈ છે, સાડા નવ વાગ્યા છે, હમણાં ડિનર લીધું. - તને સંવાદમાં જીતી શકાય તેમ નથી. ગઈકાલે બપોરે હું મારી ખાસ સખીઓને મળવા ગઈ હતી, જે મારી એ. જી. ઓફિસની મારી સાથી પણ રહી છે. ભારતી ભાવસાર, ઇંદિરા ત્રિવેદી, ઉષા ભાટિયા, શૈલજા દિઘે અને મૃદુલા મહેતા. ભારતી ભાવસારના ઘરે જ સૌ મળ્યા. સુંદર સમય વીત્યો. - સારું કહેવાય કે તારી પાસે સખીઓનું ગ્રુપ છે. -