સીમાંકન - 3

  • 2.1k
  • 992

બહારથી આવતાં તીવ્ર અવાજથી ત્રિજ્યા બેઠકખંડમાં આવી તો આર્યા અને ઇશાન વચ્ચે કોઈક બાબતે ઘર્ષણ ચાલી રહ્યું હતું. "આ બધું ક્યાં સુધી ચાલશે ઇશાન? હું ઘરે શું કહું? તું એને ક્યારે છોડીશ? છોડીશ કે પછી માત્ર વાયદા જ છે!?" "આર્યા... તને મારા પર ભરોસો નથી? "હતો પણ હવે ડગી ગયો છે વિશ્વાસ." "આર્યા.... પ્લીઝ આવું ન બોલ. હું પ્રેમ કરું છું તને. હું તને ક્યારેય દગો નહીં આપું." "હું પણ એ જ સમજતી હતી કે તું મને માત્ર મને પ્રેમ કરે છે પણ હવે.... હવે લાગે છે મારા ઘરનાં જે કહે તે જ સત્ય છે." "શું કહે છે એ લોકો?"