આત્મીયતાનો સંબંધ

  • 1.7k
  • 604

અચાનક સ્કૂલ સમયમાં જ ચાલુ કલાસમાં ઈશાનીને ઋતુસ્રાવ શરૂ થઈ ગયો.બિચારી પંદર વષૅની ઈશાની બધાની વચ્ચે ખૂબ ગભરાઈ ગઈ. તેને પોતાની ખાસ સહેલી જે જોડે જ બેઠી હતી. એને બધી વાત કરી. એની સહેલી પણ વિચારમાં પડી ગઈ કે ચાલુ કલાસમાં શું કરવું. એમાં પણ શુક્લસરનો કલાસ ચાલતો હતો જે પોતાની કડકાઈ માટે આખી સ્કૂલમાં જાણીતા હતા. ઈશાનીને રડુ આવી ગયું અચાનક પિરિયડ શરૂ થવાને લીધે એના કપડાં પણ ખરાબ થઈ ગયા. બંને સાહેલીઓએ શુક્લાસરને કહીને બાથરૂમમાં જવાનું વિચાયુઁ પરંતુ સંકોચ ને શરમ એટલી બધી થતી હતી કે કેમનું કહેવું એ જ વિચારતા રહ્યા. અચાનક શુક્લાસરે એક પ્રશ્ર ઈશાનીને પૂછ્યોને