શિવકવચ - 1

  • 5.5k
  • 2
  • 2.8k

" શિવ કયાં ગ્યો ?" ગોપીએ બૂમ પાડી સોફામાં બેસીને શિવ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. "શિવલાઆઆઆઆ. "ગોપીએ ફરી જોરથી બૂમ પાડી. " શું છે મમ્મી? દિવાળી આવેને એટલે તું મારું અને ડેડનું લોહી પી જાય.' "હા હું જ બધાનું લોહી પીવું છું.હું તો કામવાળી જ છું આ ઘરની .હું ના હોત ને તો આ ઘર ઉકરડો જ હોત.' ગોપી ગુસ્સામાં બોલી. "મા પ્લીઝ ફરીથી રામાયણ ચાલુ ના કરતી હવે મને બધું જ મોઢે છે જે જે તું કહેવાની છે.' "બહુ દોઢડાહ્યો ના થા. ચલ આજે માળીયું સાફ કરવાનું છે મને મદદ કર. " "ઓહ નો મા તું શંકરભાઈની જોડે