યોધ્ધા

  • 2.2k
  • 1
  • 908

યોધ્ધા- રાકેશ ઠક્કર સિધ્ધાર્થ મલ્હોત્રાએ એવો દાવો કર્યો છે કે ‘શેરશાહ’ કરતાં ‘યોધ્ધા’ માં જબરદસ્ત એક્શન છે. એ દાવો સાચો હશે પણ આખી ફિલ્મ ‘શેરશાહ’ જેવી જબરદસ્ત અને દર્શકોને જકડી રાખે એવી નથી.સિધ્ધાર્થનો અભિનય અને એક્શન દ્રશ્યો ‘યોધ્ધા’ ના જમા પાસા ગણી શકાય. સિધ્ધાર્થ એની સોલ્જરની ભૂમિકામાં એકદમ યોગ્ય છે. રોહિત શેટ્ટીની ‘ઇન્ડિયન પુલિસ ફોર્સ’ માં પણ એવી જ ભૂમિકા હતી. સિધ્ધાર્થે એના કરતાં વધુ મહેનત કરી છે. એક બહાદુર સૈનિક અને એક પરેશાન વ્યક્તિના ઇમોશન તેણે સારી રીતે વ્યક્ત કર્યા છે. એક્શનમાં તે નવી પેઢીના હીરોમાં પ્રથમ સ્થાન ધરાવતો થયો છે. પહેલી વખત બોલિવૂડમાં યુવાનોને એમની ઉંમરનો એક્શન હીરો