Early Morning Entry In Ahemdabad - 1

  • 3.6k
  • 1.6k

ટાટ-૧ માટેની પ્રિલીમ પરીક્ષા આપવા અમદાવાદ જવાનું થયું હું, રાજેશ, મહેશ અશ્વિન, લાલૂ, અને તેનો એક મિત્ર પ્રશાંત અમે છ જણા એ એક સાથે પરીક્ષા આપવા જવાનું નકકી કર્યું હતું. અશ્વીન અને રાજેશ મારા ઘરે આવવાના હતા મહેશ સીધો બસ સ્ટેન્ડ આવવાનો હતો લાલુ તેના મિત્ર પ્રશાંત સાથે સીધો તળાજા થી આવવાનો હતો અને એ જ બસમાં અમારે જવાનું હતું.રાજેશ અને અશ્વિન રાત્રે 9.45 મારા ઘરે પહોંચ્યા તે બન્ને થોડીવાર મારા ઘરે બેઠયા અને ફ્રેશ થઈને 10:15 આજુબાજુ અમે બેગ લઈને મારા ઘરેથી ચાલીને બસ સ્ટેશન તરફ જવા નીકળ્યા. રસ્તામાં થોડી વાહનોની અવર જવર હતી થોડાં થોડાં અંતરે બે ચાર