પોલો ફોરેસ્ટની મુલાકાતે

  • 2.6k
  • 1k

ઘણા વખતથી જવાની ઈચ્છા હતી તે ગઈકાલે પૂરી થઈ.હિંમતનગર, ઇડર થઈ પોળો ફોરેસ્ટ જવાની.અમે ઘેરથી નિરાંતે સવારે 7.30 ના નીકળ્યાં. ક્યાંય હોલ્ટ વગર પોણા દસ આસપાસ ઇડર આવ્યું. ત્યાં દસ પંદર મિનિટ ચા, નાસ્તો કરી આગળ પ્રસ્થાન કર્યું. 10.40 વાગે પોળો ફોરેસ્ટ નું પાર્કિંગ આવી ગયું. એટલે 3 કલાક થી ઓછા સમયમાં બોપલથી પોળો પહોંચ્યાં.પાર્કિંગમાં હંમેશ મુજબ નજીકના ગામવાળા ટિકિટ રાખે છે તે 4 વ્હીલર ના 100 ચૂકવી ગેટ માં ગયાં.તમને બીટ ગાર્ડ ગાઈડ તરીકે મળી શકે છે, ચાર્જ પર. જો ખૂબ અંદર ટ્રેકિંગ કરવું હોય તો સારું રહે.પહેલાં તો ત્યાંથી અંદર પાંચેક કિલોમીટર ચાલવું પડતું, અમે એક રિક્ષા 300