છપ્પર પગી - 63

  • 2.2k
  • 1
  • 1.2k

છપ્પર પગી ( ૬૩ ) ———————————૧૫ જૂને બન્ને શાળાઓનાં લોકાર્પણ માટે માહીતગાર કરે છે.. સ્વામીજીએ એ દિવસે આવવાની હા પાડે છે એટલે લોકાર્પણની તારીખ પણ નક્કી કરી દે છે અને ફરી મુંબઈ જવા પરત ફરે છે.વતનથી પરત ફરી બીજા દિવસે લક્ષ્મી અને પ્રવિણ સ્વામીજી, વિશ્વાસરાવજી, બન્ને ડોક્ટર્સ કપલ સાથે વિડિયો કોન્ફરન્સ કરે છે… એ વિડિયો કોન્ફરન્સમાં હરીદ્વાર હોસ્પીટલના પ્રોજેક્ટની કામગીરી અંગે સમિક્ષા કરે છે… હોસ્પીટલનુ નિર્માણ કાર્ય ખૂબ વેગથી ચાલતુ હોય છે, એ બાબતે બધા જ બહુ ખૂશ છે. બન્ને ડોક્ટર્સ કપલ સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી એટલા માટે કાર્ય કરી રહ્યા હતા કેમ કે એ બન્ને કપલને જીવનમાં નૂતન સંચાર થયો હોય,