નિતુ - પ્રકરણ 1

  • 7.2k
  • 4.7k

નિતુની શેરીમાં, શેરીની સ્ટ્રીટ લાઈટ સિવાય લગભગ તમામ મકાન અંધારઘોમ થઈ ગયા હતા. પણ એ અંધકાર ભરેલી મધ્ધરાતે આગિયાની જેમ એક ઘરમાંથી અંધકારને ચિરી બે ઘટ્ટ બંધ સફેદ પડદા પાછળથી જીણો પ્રકાશ આવી રહ્યો હતો. આટલી મોડી રાત્રે નિતુ મન લગાવીને પોતાની ઑફિસનું કામ કરી રહી હતી. કદાચ તેની કોઈ મજબૂરી હશે! અને હકીકત પણ એ જ હતી. મહાપરાણે નોકરી મળેલી નિતુને અને તે આ નોકરી ગુમાવવા નહોતી માંગતી. રાતનાં લગભગ સાડા બાર વાગી ગયા, પણ નિતુ હજું અણનમ બની બેઠેલી. જોને! વિદ્યા મેડમ તેને કામ જ એટલું આપતી! જાણે તેની સિવાય ઑફિસમાં કોઈ કામ જ ના કરતું હોય અને