લાપતા લેડિઝ

  • 2.3k
  • 1
  • 940

લાપતા લેડિઝ- રાકેશ ઠક્કર નિર્દેશિકા કિરણ રાવની ‘લાપતા લેડિઝ’ ના રૂપમાં લાંબા સમય પછી એવી ફિલ્મ આવી છે જે મહિલાઓની સમસ્યાની વાત કરવા સાથે તેનો ઉકેલ પણ હસતાં હસતાં બતાવે છે. આવી ફિલ્મો સિનેમાને જીવંત રાખે છે.‘લાપતા લેડિઝ’ ની વાર્તા ક્યાંય ભટકતી નથી અને અંત પર પહોંચે છે. વાર્તામાં કોમેડી સાથે સસ્પેન્સને ઘૂંટવામાં આવ્યું છે. આમિર ખાનનું નિર્માણ હોય ત્યારે એના પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હોય એ સ્વાભાવિક છે.જે ફિલ્મ માટે એવી મોટી મોટી વાત સાંભળવા મળી હોય કે રવિ કિશને ભજવેલી ભૂમિકા માટે આમિર ખાને પણ સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો કે એને રજૂઆત પહેલાં ઓસ્કારમાં મોકલવાની તૈયારી ચાલી