અજાણતો દિવ્યપ્રકાશ - ભાગ 2

  • 1.7k
  • 854

પૃથ્વીની ક્ષિતિજ પર ભાસ્કરના કોમળ કિરણો સોનેરી રંગની ચાદર પાથરી ને ક્ષિતિજની સોભા વધારતા અને નયનરમ્ય દ્રશ્યો આકાર લેતી ક્ષિતિજ જાણે નવીનવેલી દુલ્હન જેવી સુંદર દેખાતી હતી. ઠંડકની ધીમી લહેર તો શાંત સુર-તાલ નાં પરીનીવેશ માં વિખેરાઈ ને વાતાવરણને સુંદર બનાવતી હતી. પંખીઓનો મીઠડો કલરવ ગનધર્વ સંગીતને પણ સર્માવે તેવો લાગતો હતો. કોઈ અગમ્ય દિવ્ય સ્પંદનો અનેક હૈયાઓ ને પુલકિત કરતા હતા. સુગંધી સમીર આણંદે હરખતાં હૈયે હરેક નાં હૈયાને આનંદથી ભરી દેતો હતો. સુસંસ્કૃત સ્પંદનો લહેરાઈ રહ્યાં હતા. ગાય નાં ધન અને બાંસુરી ની મીઠી સુરાવલીની મોહિની મોહિત કરતી હતી.સવારના ૬:૦૦ વાગ્યા હતા. દીપ્તિ જલ્દીથી ફ્રેશ થઈને ઘરની બહાર