ગુમરાહ - ભાગ 69

  • 2.6k
  • 1.1k

ગતાંકથી.... રાતના તેણે પોલીસ કમિશ્નર ને બધી જ હકીકત જણાવી દેવા માટે અરજી તૈયાર કરી અને તે જ રાતના બદમાશે તેના પર તેનું જ ઝેરી ચક્કર મોકલાવ્યું અને પછી તે જાતે ત્યાં હાજર થયો. આકાશ ખુરાના પાસે બળજબરીથી તેણે કવર ખોલાવ્યું અને પછી એકદમ તેના શરીરને તે અડકાડી દીધું .પોલીસ કમિશ્નરવાળી અરજી લઈને તે પછી પોતે ત્યાંથી ભાગી ગયો .પણ ક્યાં રસ્તે ? આકાશ ખુરાનાના બંગલાના ડ્રોઈંગ રૂમમાં જે ભોંયરુ હતું તે રસ્તે. એ ભોંયરાને ગટરવાળા ભોંયરાની સાથે જોડાણ હતું.અને તે રસ્તે જ તે ત્યાં આવ્યો ને પાછો જતો રહ્યો. હવે આગળ.... લાલચરણ 'લોકસતા'નો છુપો માલિક પણ હતો પરંતુ માલિક