ગુસ્સો

  • 2.5k
  • 1
  • 1k

ગુસ્સો એના નાક ના ટેરવા પર જ રહેતો.આંખોમા તો જાણે ગુસ્સાનું કાજળ આજેલું, કોઈવાર કંઈ પણ કારણ હોય ને ક્યારેક વગર કારણે પણ કોઈ કારણ ઉપજાવી ને પણ એ મનાલી પર ત્રાટકતો ત્યારે જ જાણે એને રોજનું ભોજન પચતું હશે કદાચ!!! મનોજ અને મનાલી બંને લગ્ન ના માતા પિતા ની મરજી થી જ થયેલા.મનાલી તો હજુ લગ્ન ની બાબતે સજાગ થાય એ પહેલાં તો એના ઘડિયા લગ્ન લેવાય ગયેલા.વાત બીજી કંઈ ન હતી પરંતુ દાદાની નાદુરસ્ત તબિયત અને તેની આખરી ઈચ્છા મનાલીના લગ્ન જોવાની... પપ્પા એ તેની આખરી ઈચ્છાને માન આપતા છોકરાઓ જોવાનું ચાલુ કરેલું એકવડિયા બાંધાની, રૂપાળી નાજુક મનાલી