એક અનોખી સાહસ યાત્રા - 4 - અદ્રશ્ય ગ્રહ

  • 1.9k
  • 920

હજુ તો રાતના બાર વાગ્યા પણ નહોતા ત્યાં એની ઊંઘ ઉડી ગઈ. ભોલુએ ઘડિયાળમાં જોયું તો હજુ બાર વાગવામાં ૧૫ મીનીટની વાર હતી. એ ફટાફટ ઉભો થયો અને પલંગમાંથી નીચે ઉતાર્યો કે તરત જ એને બહારથી મોટા મોટા અવાજ આવવા લાગ્યા. એ અવાજો ઘણા બધા લોકો બોલતા હોય તેવો હતો. જાણે કોઈનો જયઘોષ બોલાતો હોય તેવું લાગતું હતું. ભોલુ તો તરત જ બહાર નીકળ્યો અને એણે જે જોયું તે જોઇને એકદમ સ્તબ્ધ થઇ ગયો. એણે જોયું કે જે સભાખંડમાં બધી જ બેઠક ઉપર કોઈ ને કોઈ મૂર્તિ હતી તે બધી જ અત્યારે જાણે એમનામાં જીવ આવી ગયો હોય તેમ હાલતી