સંધ્યા - 60 - (અંતિમભાગ)

(15)
  • 2.4k
  • 1
  • 966

સંધ્યા હવે ખુબ ઉંચાઈએ પહોંચી ગઈ હતી. એની ફેશન ડિઝાઈનિંગની અને સેલ્ફ ડેવલોપમેન્ટની બ્રાન્ચ ગુજરાતમાં દરેક મોટા શહેરમાં ખુલી ગઈ હતી. દરેક બ્રાન્ચમાં એની નક્કી કરેલા શેડ્યુલ મુજબ જ સ્ટડી અને એક્ઝામ લેવાતી હતી. આમ એ કાર્યની સાથે હવે સંધ્યાના બુટિક 'શગુન' નામથી ગુજરાતમાં જ નહીં પણ ભારતના બધા જ મોટા સિટીમાં પોતાનું અલગ આગવું સ્થાન પામી ચુક્યા હતા. સંધ્યાનો માર્કેટિંગ સ્કેલ પણ એટલો મોટો હતો કે એ બધી જ ડિઝાઇન ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જ બનાવતી હતી છતાં એ આજના આધુનિક લોકોને પસંદ પડતી જ હતી. સંધ્યા હવે ફક્ત પોતાના જ નામથી આખા દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ