સાટા - પેટા - 5

  • 2.6k
  • 1.6k

ડેકલાનો ડફતુતુ...ઉ... ડફતુતુ ...ઉ...!અવાજ રાત્રીની શાંતિનો ભંગ કરી રહ્યો હતો. ભાણજી પાવળિયો ડેકલુ વગાડી રહ્યો હતો. જીવો ભોપો ધૂણી રહ્યા હતા. આજુબાજુ કેટલાંક પુરુષો અને સ્ત્રીઓ ટોળે વળીને બેઠાં હતાં .આજે પ્રેમજીએ માતાનો પાટ મંડાવ્યો હોવાથી ફક્ત તેમના વાસનાં જ માણસો ભેગાં થયાં હતાં .બિચારી બે- ખબર રાધા ,આજે તેનું ભવિષ્ય નક્કી થવાનું હતું .તે પણ ટોળામાં થોડો દૂર બધાના ભેગી બેઠી હતી.ભોપાએ કેટલીક વખત ધૂણતા -ધૂણતા વેણ- વધાવો જોયો.ને પછી ગંભીર મોં કરીને ઘેરા સાદે બોલ્યા . 'પ્રેમજી, એ પ્રેમજી..! 'બોલ માડી બોલ, શો હુકમ છે ?' જીવા ભોપા ના પગમાં ફાળિયું નાખીને પ્રેમજી ડોસો નમી પડ્યા. ' મા