પ્રેમ - નફરત - ૧૧૪

(11)
  • 2.4k
  • 2
  • 1.4k

પ્રેમ-નફરત       - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર પ્રકરણ-૧૧૪   રચનાના દિલની ધડકન વધી ગઈ હતી. એને થયું કે માએ આ પેપર્સ સંતાડી રાખવાના હતા. રચના આરવને અટકાવે કે ધ્યાન ભટકાવે એ પહેલાં એણે પેપર્સ વાંચવાનું શરૂ કરી દીધું હતું. આરવ ગંભીર થઈને પેપર્સ જોઈ રહ્યો હતો. એના ચહેરાના ભાવ પરથી એના વિચારો જાણી શકાય એમ ન હતા. રચનાએ એને પેપર્સ વાંચતો અટકાવવા કહ્યું:‘આરવ, ચિંતાની કોઈ વાત નથી... મને સારું છે...’ ‘હા, મેં એ જ જોયું કે વિટામીન્સ ઓછા લાગે છે. તારે માનસિક અને શારિરીક કામ પણ વધારે રહે છે. તું થોડો આરામ કરી લે. આપણે નવો મોબાઈલ પછીથી લોન્ચ કરીશું...’