ભૂતખાનું - ભાગ 3

  • 2.7k
  • 1.8k

( પ્રકરણ : ૩ ) સ્વીટીને લાગ્યું હતું કે, પલંગ પર પડેલું એ વિચિત્ર જીવડું હજુ પણ જીવતું છે અને પોતાની મોટી-ગોળ આંખોથી તેને જોઈ રહ્યું છે અને આંખો-આંખોમાં જ તેને કંઈક કહી રહ્યું  છે ! અને એટલે તે એ મરેલા જીવડા સામે જોઈ રહી હતી. ‘શું થયું, સ્વીટી ?!’ અત્યારે સ્વીટીના કાને તેના ડેડી જેકસનનો અવાજ પડયો, એટલે સ્વીટીએ પલંગ પર પડેલા જીવડા પરથી નજર હટાવીને સામે ઊભેલા જેકસન સામે જોયું. ‘ડેડી !’ સ્વીટી બોલી : ‘તમે આને મારી નાંખીને ખૂબ જ ખોટું કર્યું છે !’ ‘લે, સ્વીટી ?!’ જેકસન બોલ્યો : ‘આ તો એક જીવડું હતું ?! અને