દિકરી મારી લાડકવાયી

  • 1.9k
  • 772

એમ જોવા જઈએ તો દીકરી માટે ઘણું બધું લખાયું છે એટલે આજે જે કંઈ હું લખીશ તેમાં કદાચ સંલગ્નતા હોઈ શકે. પણ આજે મારે દીકરી વિષે કઈંક લખવું છે. એક સમય એવો હતો જ્યારે દરેક દંપત્તિની અપેક્ષા એ જ હતી કે પોતાનું પહેલું સંતાન તો દીકરો જ હોવું જોઈએ. કારણકે દીકરો વારસો સાચવે! પોતાનો વંશ આગળ વધારે! પરંતુ હવે આજે ૨૧ મી સદીમાં એ માનસિકતામાં ઘણો બદલાવ આવ્યો છે. સ્ત્રી સશક્તિકરણ, દીકરી બચાવો, અને બેટી બચાઓ બેટી પઢાઓ જેવા સરકાર દ્વાર ચલાવવામાં આવેલ વિવિધ કેમપેઈનો થકી જનસમાન્યમાં આજે જાગૃતિ આવી છે. 'દીકરો - દીકરી એક સમાન' એ સૂત્રો દ્વારા આજે