સાટા - પેટા - 4

  • 2.6k
  • 1.6k

અને સ્ત્રી, પ્રકૃતિના નિયમને આધીન ,પોતાના રૂપ, રંગ અને દેખાવ ક્યારે બદલી લે ,તેની માનવીને ખબરેય રહેતી નથી .વૈશાખ મહિનામાં ખાવા ધાતો સૂકોભઠ વેરાન વગડો, અષાઢનું એકાદ ભારે ઝાપટું આવે, ને શ્રાવણનાં સરવડા ચાલુ થાય કે તરત જ લીલુડા રંગની ચાદર ઓઢીને ધરતી એવી સજીધજી જાય, કે આપણને ખબર પણ ન પડે કે આ એ જ બે મહિના પહેલા ખાવા ધાતો વેરાન વગડો જ છે . એવી જ રીતે ચૌદમા વર્ષમાં બાલિકા લાગતી સ્ત્રી પંદરમા વર્ષમાં પ્રવેશતાં જ પોતાનું રૂપ બદલવાનું ચાલુ કરે. તેના હરવા -ફરવા, ઉઠવા- બેસવા અને બોલવા- ચાલવામાં અચાનક નું પરિવર્તન આવી જાય. બચપણમાં બિન્દાસ અને બે