નિલક્રિષ્ના - ભાગ 8

  • 2k
  • 2
  • 1k

હેત્શિવાએ ધરાનો પરિચય આપતાં નિલક્રિષ્ના તરફ નજર કરતાં રૂઆબ આપતા અવાજથી કહ્યું કે,"આ પૃથ્વીવાસી ધરા છે.મેં એને શરણ આપી છે.એ આજથી મારી મિત્ર છે.એ અહીં સમુદ્રમાં પોતાના જીવનના ઉલજતા સવાલોનો જવાબ શોધવા આવી છે.એની પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી તેથી,મેં અહીં એને રોકીને એની મદદ કરવાનું વચન આપ્યું છે.અને સાંભળ નિલક્રિષ્ના એને તારા ભાઈ શિવમન્યુએ 'ધરા મા' કહીંને સંબોધન કર્યું છે.તેથી આજથી એ પણ તારી 'ધરા મા' છે. અને ખાસ એ અહીં તને મળવા માટે પણ આવી છે."હેત્શિવાના શબ્દો સાંભળતી ધરાની આંખોમાં મમતા ઉભરાઈ આવી