ધ સર્કલ - 20 - છેલ્લો ભાગ

  • 1.8k
  • 755

૨૦ મે રૂમની મધ્યમાં જોયું. એ લોકો જંગલી કુતરાઓના ટોળા જેવા લાગતા હતા. એમની આંખોમાં શિકારી જાનવર જેમ હિંસક ચમક હતી. જોકે અમે કોઈ શિકાર નહોતા. અમે તો પેચીદા શિકારી હતા જેમનું કામ જ એવા પાશવી લોકોને પતાવવાનું હતું. મહામાતા પંથીઓ અમારી તરફ આવી રહયા હતા. એમની ચાલ લયબદ્ધ હતી. એક પંથમાં અને એક માન્યતામાં બંધાયેલા એ લોકો કોઈ યંત્રમાનવો જેવા લાગતા હતા. એ કાળી રોશનીના ઉપાશકો માનવ જેવા દેખાતા હતા પણ માનવ નહોતા. એ પશુ બની ચુકેલા હતા. નીશોવેવ હજુ સુધી એમ જ પડ્યો હતો. એનામાં ઉભા થવાની શક્તિ નહોતી બચી કે હિમત એ હું કહી શકું એમ નહોતો.