માહી - એક ગાઢ રહસ્ય - 5

  • 3.7k
  • 2.3k

સવાર પડતાં જ ગામના લોકો વજુભાઈ ના ઘરે ભેગા થયાં હતાં અને અડધાં કેવિનને બોલાવવા તેના ઘરે આવ્યા હતાં. સવારના છ વાગ્યામાં કોઈ દરવાજા પર ટકોર કરી રહ્યું હતું, " ટક....ટક.....ટક.... " "કેવિન , સપનાં માસી...... કેવિન દરવાજો ખોલો....." કેવિનના મિત્ર રાજે દરવાજો ખખડાવતા કહ્યું." કોણ છે અત્યારમાં ! " સપનાં એ દરવાજો ખોલતા નીંદર ભરેલા સ્વરે કહ્યું." સપનાં માસી કેવિન ક્યાં છે ? એને તો કંઈ નથી થયું ને? " કહી રહેલા રાજની આંખોમાં ભય સ્પષ્ટ પણે જોઈ શકાતો હતો." કોણ છે મમ્મી? " સપનાં કંઈ બોલે એ પહેલાં જ કેવિન પોતાના રૂમમાંથી આંખો ચોળતો બહાર આવ્યો અને અંગડાઈ